Page - 1
વિજ્ઞાન શિક્ષણનો સામાન્ય પરિચય : અર્થ , સંકલ્પના અને કાર્યક્ષેત્રો પ્રાસ્તાવિક : વિજ્ઞાનનો જન્મ ઈ.સ. 1500 પછી યુરોપમાં થયો . આજના યુગમાં વિજ્ઞાન તેમજ તેમાંથી ટેક્નોલૉજી સૌના જીવનમાં એટલી હદે વ્યાપી ગયેલાં છે . કે તેનાથી કોઈ અલિપ્ત રહી શકે નહીં . વિજ્ઞાન એ વસ્તુલક્ષી સત્યને જ મહત્ત્વ આપે છે . વિજ્ઞાન આપણા વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં ઘણું જ મહત્ત્વનું બની રહ્યું છે . વિજ્ઞાન સમગ્ર માનવજીવન માટે , મહત્ત્વનો વિષય અને માધ્યમ ‘ ની ગયું છે . વિજ્ઞાનનું ધ્યેય ભૌતિક દુનિયાને સમજવાનું છે . વિજ્ઞાનનું ચાલક બળ સત્યની શોધ છે . વિજ્ઞાનના સૈદ્ધાંતિક કે વ્યાવહારિક પક્ષ જોવા છતાં વિજ્ઞાનના ઉત્કૃષ્ટતાનાં શિખરો તો સતત આંબવાં જ પડે . માનવજીવન સમગ્ર રીતે સુખી અને આનંદમય બને તે માટે વૈજ્ઞાનિક રીતે જીવતાં શીખવું જોઈએ . વિજ્ઞાન પ્રત્યેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આપ્યું છે . કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જેને વિજ્ઞાને પ્રભાવિત કર્યું ન હોય . પ્રકૃતિનાં રહસ્યોને વિજ્ઞાને ખુલ્લા કર્યા છે . 1 વિજ્ઞાનનો અર્થ : આધુનિક જીવનમાંથી કેવળ વિજ્ઞાનને બાદ કરી દેવામાં આવે તો કદાચ આજના માનવીની સ્થિતિ આદિમાનવ કરતાં પણ વધુ બૂરી થઈ જાય એમ કહેવામાં કાંઈ ખોટું નથી . હર્બટ સ્પેન્સરે પણ વિજ્ઞાન અંગે લખ્યું છે : “ વિજ્ઞાનના અધ્યયનથી જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે આપણા જીવનના માર્ગદર્શન માટે અન્ય બાબતોના જ્ઞાનથી અનેકગણું ઉપયોગી બને છે . ” વિજ્ઞાનની સહાયતા વડે મનુષ્ય સમય અને અંતર પર વિજય મેળવ્યો છે .
Page - 2
વિજ્ઞાન શિક્ષણ ના ટ 2 વિજ્ઞાન અને ટૅકનોલોજી ( રોમેસ્ટર -II ) આજના વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યેક માનવ નિત્ય નવી બાબતોનો અનુભવ પ્રાપ્ત કરે છે . શાળાઓમાં પણ વિજ્ઞાનના વિષયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે . વિજ્ઞાનના અભ્યાસ વિના વિઘાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવી ન શકાય . આજે તો એક સામાન્ય માનવી માટે પણ વિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન મેળવવાનું અનિવાર્ય લેખાયું છે . વિજ્ઞાનના અધ્યયનનો આરંભ વિદ્યાર્થીઓ દ્વારા તેઓની સમક્ષ ઊભા થતા પ્રશ્નોની રજૂઆત દ્વારા થાય અથવા તો જે તે સમસ્યા કે પ્રશ્ન સાથે સંકળાયેલી ભૂમિકાની ચર્ચા સાથે થાય . પ્રથમ જાતે વિજ્ઞાનને સ્થિર ( Static ) અને બીજા મતે વિજ્ઞાનને ગતિશીલ ( Dynamic ) માનવામાં આવે છે . સામાન્ય રીતે કેટલીક વ્યક્તિઓ પર્યાવરણ સંબંધી જ્ઞાનને વિજ્ઞાન કહે છે . જ્યારે કેટલાક સંશોધકો માહિતી ભેગી કરવી , તેને વ્યવસ્થિત ગોઠવવી અને તે માટે ઉપયોગમાં આવતી પદ્ધતિને વિજ્ઞાન માને છે . આજે ભારતમાં પાટા વૈજ્ઞાનિક પરિવર્તનને કારણે આધુનિકીકરણ ( Modernisation ) ની પ્રક્રિયાઓ શરૂ થઈ ગયેલી છે , શિક્ષણક્ષેત્ર તરફ જોતાં ટેલિવિઝન , કમ્બુટર જેવા અત્યાધુનિક માધ્યમોમાંથી વિજ્ઞાનની માહિતીઓનો વધુ ને વધુ સંચાર થવા લાગ્યો છે . વિજ્ઞાન શિક્ષકે પણ હવે તો વિજ્ઞાનના જ્ઞાનના ક્ષેત્રને લાગુ પડે છે ત્યાં સુધી આધુનિક બનવું પડશે . . 2 L HL ox વિ O વિજ્ઞાનની સંકલ્પના : ‘ વિજ્ઞાન એટલે શું ? ' આ પ્રશ્ન વિજ્ઞાનના નિષ્ણાત અને અનુભવી અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને પૂછવામાં આવે તો જેટલી વ્યક્તિઓ એટલા જવાબ આવી શકે એમ ચબર જણાવે છે . તેથી વિજ્ઞાનની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા આપવી અઘરી છે . તેમ છતાં કોનન્ટે વિજ્ઞાનની સંકલ્પનાને બે ભાગમાં - જે ! અને જીવંત એમ વહેંચવા પ્રયાસ કર્યો છે . વિજ્ઞાન એટલે નિરીક્ષણ અને ઇન્દ્રિયજન્ય અનુભવોને આધારે વ્યવસ્થા પ્રમાણે અને નિયમ શોધનની રીતે ગોઠવેલું જ્ઞાન છે . જે વિશ્વમાં આપણે જીવીએ છીએ તેને સમજવા માટેનું જ્ઞાન . " ‘ ‘ વિજ્ઞાન એ એવી પ્રક્રિયા છે , જેને પરિણામે માહિતી વધુ ને વધુ સ્પષ્ટ અને સંબંધિત બનતી જાય . આ પ્રક્રિયાને વૈજ્ઞાનિ . દષ્ટિ , વૈજ્ઞાનિક સંશોધન કે વૈજ્ઞાનિક પ્રવૃત્તિ એમ જુદા જુદા દૃષ્ટિકોણથી ઓળખી શકાય છે .
Page - 3
વ્યાખ્યાઓમાંથી પ્રથમ પ્રકારનો મત વિજ્ઞાનને જ્ઞાનના એક વિશિષ્ટ પ્રકારનો જથ્થો અને જડ માને છે જયારે બીજો મત તેને જીવંત માને છે , પરંતુ વિજ્ઞાન શું છે , એ સમજવા માટે આ બંને મત જરૂરી અને અગત્યના છે , એવી . ' The Science Manpower Project ( U.S.A. ) ની માન્યતા છે . આ મંતવ્ય અનુસાર , “ પ્રક્રિયા દ્વારા જ્ઞાનું વધુ વ્યવસ્થિત થાય છે , પરંતુ પૂર્વજ્ઞાનનો એ જથ્થો જ નવીન પ્રક્રિયાને જન્મ આપે છે અને તેને વેગ આપે છે . ” આજે શાળાઓમાં પ્રથમ મત ઉપર ભાર મૂકવામાં આવે છે , પરંતુ વિજ્ઞાનના જ્ઞાનનો આ જથ્થો એટલો બધો છે કે તેમાં અતિ અલ્પાંશ પણ પુસ્તકમાં વિજ્ઞાન રૂપે આપવાનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી . તેથી વિજ્ઞાન એ પ્રક્રિયા છે ' એ જ વધારે ઉપયોગી સંકલ્પના છે , કારણ કે વિજ્ઞાનની અવનવી માહિતી . જાણનાર , આ માહિતી કેવી રીતે તૈયાર થાય છે અને જાણે તો તે માત્ર આંશિક જ્ઞાન વહન કરનાર ચાલતો શબ્દકોશ જ બની શકે છે . જયારે વિજ્ઞાનની માહિતી , નિયમો , સિદ્ધાંતો વગેરે જે પ્રક્રિયા દ્વારા ઊભાં થયાં છે અને થતા રહે છે તે પ્રક્રિયા દ્વારા જ વ્યક્તિ વિજ્ઞાનને ઝડપથી સમજશે અને આગળ વધી શકશે . વિજ્ઞાનનો સાદામાં સાદો અર્થ કરીએ તો , વિજ્ઞાન એટલે વિજ્ઞાન , વિશેષ જ્ઞાન . પરંતુ આ અર્થ પણ એ કપરી છે . અન્ય કેટલાક વિદ્વાનોએ વિજ્ઞાનનો અર્થ નીચે મુજબ કરવા માટે પ્રયત્ન કર્યો છે . ‘ માનવીના દૈનિક જીવનને સ્પર્શતું જ્ઞાન એ જ વિજ્ઞાન . ” ‘ જ્ઞાનને જીવંત , ક્રિયાશીલ અને ચેતનવંતુ રાખનાર પાસું એ તેની પ્રક્રિયા છે – જે વિજ્ઞાન છે , વૈજ્ઞાનિક પદ્ધતિ છે . ” ‘ પરિસ્થિતિ , સમાજ અને વાતાવરણમાંથી વ્યક્તિને અનુભવો . મળતા જ રહે છે . આ અનુભવોમાંથી વ્યવસ્થિત અને ચકાસાયેલા અનુભવોને જીવનના વ્યવહારની આજુબાજુ ગોઠવો અને આ રીતે જે તંત્ર બને તે જ વિજ્ઞાન . ” .
Page - 4
મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન . ' કોઈપણ વિષયના પ્રભાવી અધ્યાપન માટે બે મુખ્ય બાબતો ધ્યાનમાં લેવી જો ઈએ . શા માટે શીખવવું – Why to teach , જેમાં ઉદ્દેશ્યનો નિર્દેશ છે અને શું શીખવવું – What to teach - જેમાં વિષયવસ્તુનો નિર્દેશ છે . શું શીખવવું ( વિષયવસ્તુ ) એ નિષ્ણાતોની મદદથી રાજય સરકાર નક્કી કરે છે અને એને અમલમાં મૂકવા માટે અધ્યાપક દ્વારા વિવિધ પદ્ધતિઓ , પ્રયુક્તિઓ અને નિશ્ચિત અભિગમો અપનાવવામાં આવે છે . જયારે શા માટે શીખવવું ( ઉદ્દેશ્ય ) એ વિષય શિક્ષણની વિભાવનાને આધારે નક્કી કરી શકાય . વિજ્ઞાનનું જ્ઞાન આજે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે . જ્ઞાનનું વિસ્તરણ નહીં પણ વિસ્ફોટ થવા જેવી પરિસ્થિતિ આજે છે . વિજ્ઞાનના આ જ્ઞાનમાં સમગ્ર વિશ્વ સાંપ્રત વિજ્ઞાન અને સ્થાનિક તેમજ પર્યાવરણવિષયક વિજ્ઞાનનો સમાવેશ થાય છે . >> નીચેનાં કેટલાંક વિધાનો પણ વિજ્ઞાન અંગેની સંકલ્પના પર વધારે પ્રકાશ પાડશે . Science is both , a body of knowledge and the process to acquiring and refining knowledge . . ' વિજ્ઞાન એ જ્ઞાનનું કલેવર અને જ્ઞાનને પ્રાપ્ત કરવાની તેમજ તેના શુદ્ધિકરણની પ્રક્રિયા એમ બંને છે . ” Science is a legacy from the past and gifi from the present . " ‘ વિજ્ઞાન એ ભૂતકાળનો વારસો છે , અને વર્તમાનની બક્ષિસ છે . ” Science is the classified knowledge gained from systematic study of behaviour of nature . “ નૈસર્ગિક વર્તનના પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલ વર્ગીકૃત જ્ઞાને એ વિજ્ઞાન છે . '
" Science is the progressive dynamic history of human culture . , ** ‘ વિજ્ઞાન એ માનવ સંસ્કૃતિનો વિકાસાત્મક ગતિશીલ ઇતિહાસ છે . ' ' ' ' " Science is the history of the progress of human culture by controlling natural powers . " “ વિજ્ઞાન એ કુદરતી શક્તિઓના નિયંત્રણથી થયેલ માનવ સંસ્કૃતિની પ્રગતિનો ઇતિહાસ છે . ' ' " Science is a sort of knowledge through which the laws of nature can be revealed and utilized to their best in the service of mankind . " વિજ્ઞાન એ એવા પ્રકારનું જ્ઞાન છે કે જેના દ્વારા કુદરતના કાયદાઓને પારખી શકાય છે , અને માનવસમાજની ઉત્તમોત્તમ સેવામાં તેમનો વિનિયોગ કરી શકાય છે . ” ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી , વિજ્ઞાનની સંકલ્પના અંગે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે . વિજ્ઞાન એટલે કુદરતના કાયદાઓને નિયંત્રિત કરી માનવહિત માટે તેમનો વધુમાં વધુ ઉપયોગ કરતું શારસ . વિજ્ઞાન કુદરત અને માનવી વચ્ચે સમન્વય સાધે છે . માનવીના રોજબરોજના જીવનને સ્પર્શતું જ્ઞાન એટલે જ વિજ્ઞાન . વિજ્ઞાનની વિવિધ શાખાઓના વિષયવસ્તુને જીવનના કેન્દ્રમાં ગોઠવીએ અને જ્ઞાનની જે વિશિષ્ટ ગૂંથણીથી નૂતન વિશિષ્ટ જ્ઞાન તૈયાર થાય તે સામાન્ય વિજ્ઞાન કહેવાય . વિજ્ઞાન એ સફળતાને વરેલા અગણિત શ્રેણીબદ્ધ અવલોકનની નીપજ છે , જેના પરિણામે સંકલ્પનાઓ અને સિદ્ધાંતો મળે છે . પ્રયાગશાળામાં થતા વર્તમાન અને ભાવિ પ્રયોગો , આંકડાકીય અને ગૃહિતાત્મક પરિણામોયુક્ત અવલોકનો આપે છે , જે જ્ઞાનને વધુ સમૃદ્ધ અને - ચેમ્પમેના >> પ્રમાણભૂત બનાવે છે ,
Page - 6
IT . વિજ્ઞાન અને ટેકનોલૉજી ( સેમેસ્ટર -II વિજ્ઞાન એ એક તંત્ર છે . પરિસ્થિતિ , સમાજ અને વાતાવરણમાંથી વ્યક્તિને મળતા અનુભવોને ચકાસીને જીવનવ્યવહારની આજુબાજુ ગોઠવતાં મળતું તંત્ર એટલે વિજ્ઞાન . ફ્રેડરિક વિજ્ઞાન અત્યાર સુધીના જ્ઞાનને જીવંત , ક્રિયાશીલ અને ચેતનવંતુ રાખે છે . વિજ્ઞાન એ પ્રયોગ , નિરીક્ષણ અને અનુભવ પરથી મળેલું જ્ઞાન છે . વિજ્ઞાન એ નિયમશોધનની દૃષ્ટિએ વ્યવસ્થિત રીતે મળેલું જ્ઞાન છે . વિજ્ઞાનની બે પ્રમુખ શાખાઓ છે : નૈસર્ગિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન . નૈસર્ગિક વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન , વનસ્પતિ વિજ્ઞાન , ખગોળ વિજ્ઞાન , ભૂસ્તર વિજ્ઞાન વગેરે વિવિધ શાખાઓ અને સામાજિક વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર , સમાજવિદ્યા , શાસ્ત્રીય સંગીત , શિક્ષણશાસ્ત્ર વગેરે . મનુષ્યજીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાય એટલે વિજ્ઞાન , વિજ્ઞાન એ જુદી જુદી શાખાઓનો સરવાળો નથી . એ તો પ્રત્યેક માનવીના જીવનની રોજિંદી પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ કાર્યકારણ છે . વિજ્ઞાન એટલે ચિંતનાત્મક , જાગૃત , વેધક પરિશીલન . વિજ્ઞાન એટલે વિવેચનાત્મક સૂક્ષ્મ દૃષ્ટિનું ઘડતર . વ િજ્ઞાન એટલે સમસ્યા અને તદનરૂપ અન્વેષણ . વિજ્ઞાન એ પ્રયોગમૂલક અનુભવજન્ય અવલોકનોની સંચિત અંત વિનાની શ્રેણી છે , જેમાંથી સંકલ્પનાઓ અને સિદ્ધાંતો ઘડાય છે . પુનઃ પ્રયોગમૂલક અવલોકનોને આધારે સંકલ્પનાઓ અને સિદ્ધાંતોમાં જરૂરી સુધારા - વધારા પણ થઈ શકે છે . વિજ્ઞાન એ જ્ઞાનનો દેહ છે , અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમજ તેને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે .
Page - 7
વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર : વિજ્ઞાનના શિક્ષણનું સમાજ માટે મહત્ત્વ નીચે મુજબ છે . સમાજની વ્યક્તિઓનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ : આપણું પર્યાવરણ ખૂબ જ તીવ્રતાથી બદલાઈ રહ્યું છે . બીમારી , ગરીબાઈ , ભૂખમરો , યુદ્ધ , રૂઢિ , વગેરે ઇશ્વરની દેણ છે એવી પુરાણી વિચારધારા ધીમે ધીમે બદલાવી જોઈએ . જો સમાજની વ્યક્તિઓનો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક હોય અને શાળાઓના અભ્યાસક્રમમાં ઉચ્ચ સ્તરના વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો જ આ શક્ય છે . વાતાવરણમાં બનતી પ્રત્યેક ઘટનાને તેઓ કાર્યકારણના સંબંધથી સમજતા થાય તેને જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કહેવાય છે , જે સમાજના સભ્યોમાં કેળવાવો જોઈએ . તે વિજ્ઞાને મહદ્અંશે કેળવ્યો પણ છે . વિજ્ઞાને સમાજના અદ્યતનીકરણ દ્વારા અથાગ સેવા આપી છે . આપણા આજના વિચારો જીવનના ઉદ્દેશ્યો , મનોરંજન , સંદેશાવ્યવહાર , જીવનમૂલ્યો , રોગોની ચિકિત્સા , ખેતી , મુસાફરી વગેરે દરેક ક્ષેત્રે વિજ્ઞાને તેનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે . વિજ્ઞાને સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા , ખોટા રિવાજો , પૌરાણિક ઔપચારિકતા તેમજ અજ્ઞાનતાને દૂર કરવામાં અગત્યનું કામ કર્યું છે . આપણાં નૈતિક મૂલ્યો , સમાજ જીવન , પરિવાર નિયોજન , શિક્ષણ અંગેના ખ્યાલો , લગ્નપ્રથા વગેરે માટેની અધતન સમાજની દૃષ્ટિ વિજ્ઞાનશિક્ષણથી ઘણી રીતે બદલાઈ છે . કૃષિક્ષેત્રે વિજ્ઞાન : કૃષિમાં વપરાતાં જૂનાં સાધનો અને અદ્યતન સાધનોમાં આભ જમીનનો તફાવત છે . આજે કૃષિ ઉત્પાદન વધ્યું છે . આશરે પચાસ વર્ષ પહેલાં આપણે અન્નની બાબતમાં સ્વાવલંબી ન હતા અને અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો આયાત કરવાં પડતાં હતાં . આજે આપણી કૃષિ ઉત્પાદનો બાબતે સ્વાવલંબી તો બન્યા જ છીએ , પણ અન્ન અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવાની સ્થિતિમાં છીએ . કૃષિમાં આ ચમત્કાર વિજ્ઞાને કરી બતાવ્યો છે . કૃષિમાં યંત્રો અને વીજળીનો ઉપયોગ , નદીઓને નાથીને કરેલી સિંચાઈ યોજનાઓ , વધુ જથ્થામાં અને મારી ગુણવત્તાવાળા પાક ઉત્પાદન માટે સંકરણના પ્રયોગો , કૃત્રિમ
Page - 8
વરસાદના પ્રયોગો , રાસાયણિક ખાતરો , કૃત્રિમ ઘાસ , જંતુનાશક દવાઓનો ઉપયોગ , ઉત્તમ બિયારણ , કલમ દ્વારા ગુણવત્તા સુધારણના પ્રયોગો વગેરે દ્વારા કૃષિ ઉત્પાદનની અદ્ભુત વૃદ્ધિ એ વિજ્ઞાનને આભારી છે . ઔઘોગિકક્ષેત્રે વિજ્ઞાન : અર્ધી સદી પહેલાં વિશ્વના બજારમાં ભારતનું કોઇ સ્થાન ન હતું . આજે ભારતનું ઔઘોગિક ઉત્પાદન તેની ઊંચી . ગુણવત્તા , વિપુલ જથ્થામાં ઉત્પાદન અને વૈવિધ્યની દષ્ટિએ અમેરિકા , ચીન , જાપાન જેવા વિકસિત દેશોની હરોળમાં આવી ગયું છે અને એ દેશોનાં બજારોને હંફાવવા માંડ્યું છે . કયૂટર , હાર્ડવેર , સોફ્ટવેર વગેરેની દુનિયામાં ભારતનું આગવું નામ છે . આ બધું શક્ય બન્યું છે વિજ્ઞાનના કારણે . વિજ્ઞાને આપણને વિપુલ ઔદ્યોગિક ઉત્પાદન કરી શકાય એવી ઔદ્યોગિક યંત્રસામગ્રી આપી છે , જેની મદદથી આપણો ઉદ્યોગમાં ઝડપથી કાંતિ લાવીને મહા – ઉધોગો સર્યા છે અને ઉત્પાદનક્ષમતા વધારી છે . ઉદ્યોગોમાં આધુનિક સ્વયંસંચાલિત યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો છે . અણુયુગે યંત્રમાનવ આપીને મહાઉધોગોનો ઝડપી વિકાસ કર્યો છે . કૂડ ઓઇલનું ઉત્પાદન જમીન પર અને દરિયામાં શારકામ કરીને આપણે વધાર્યું છે અને તેના પર આધારિત પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિકસાવી હજારો પેટ્રો પદાર્થોનું ઉત્પાદન શરૂ કર્યું છે . આમ ઉધોગમાં વિજ્ઞાને જ ક્રાંતિ આણી છે . આર્થિક વિકાસમાં વિજ્ઞાન : આઝાદી પછી ભારતે ગણનાપાત્ર આર્થિક વિકાસ કર્યો છે , તેમ છતાં તેમાં જે કમી વર્તાય છે તે બતાવે છે કે , હજી આપણા શિક્ષણશાસ્ત્રીઓ અને અન્ય વિચારકોએ વિજ્ઞાન દ્વારા આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી . વિજ્ઞાન દ્વારા સમાજની આર્થિક સ્થિતિનું સ્તર કઈ રીતે ઊંચું લાવી શકાય અને એ માટે શાળા - મહાશાળાઓમાં શીખવાતા વિજ્ઞાનમાં કયા કયા ફેરફારો કરવાની જરૂર છે એ બાબૂત t પર સૌએ ધ્યાન કેન્દ્રિત કરવું ૨ હ્યું . આ વિચારણા અમલમાં મૂકાઈને સફળ થશે તો દેશમાં ગરીબીરેખાની નીચે જીવતા સર્વને આપણો ઉપર ઉઠાવી શકીશું .
Page - 9
વાહનવ્યવહારક્ષેત્રે વિજ્ઞાન : એક જમાનામાં વાહનવ્યવહાર માટે બળદથી ચાલતાં ડમાિયાં , ધોડા , ધોડાગાડી કે ઊંટગાડીનો ઉપયોગ થતો હતો . કેટલાક પગપાળા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા . પછી સાઈકલ , સ્કૂટર , રિક્ષા , બસ , મોટરગાડી , આગગાડી , ટ્રામ વગેરેનો ઉપયોગ થવા માંડયો . આજે ઈલેક્ટ્રિક ટ્રેઇન , હેલિકોપ્ટર , વિમાન અને ધ્વનિ કરતાં યે વધારે વેગ ધરાવતાં જેટ વિમાનોનો ઉપયોગ વાહનવ્યવહાર માટે થાય છે . આ બધાં સાધનો માલવાહકો તરીકે પણ કામ કરે છે . ઝડપી વાહનવ્યવહારે વિશ્વના સમાજોને નજીક લાવવાનું કામ કર્યું છે . અને એ રીતે વિશ્વબંધુત્વની ભાવના ખીલવવામાં પણ વિજ્ઞાને પોતાનો ફાળો આપ્યો છે . સમતા એક્સપ્રેસ કે લાહોર બસ સેવા જેવાં વાહનવ્યવહારનાં સાધનોની મદદથી પડોશી દેશો સાથેના સંબંધો સુધારવામાં પણ વિજ્ઞાનનો ફાળો છે , એમ કહી શકાય . ચિકિત્સાક્ષેત્રે વિજ્ઞાન : શરીરશાસ્ત્રનું રહસ્ય પામવાનો વિજ્ઞાનના પ્રયાસો ઘણા જ સફળ નીવડ્યા છે . આજનો ચિકિત્સક એક લોખંડના યંત્રની જેમ શરીરની ચિકિત્સા કરી શકે છે . એક સમયનો અસાધ્ય અને રાજરોગ ગણાતો ટી.બી. આજે સહજ સાધ્ય બની ગયો છે . શરીરનાં અંગોની ફેરબદલી દ્વારા તબીબ માનવને નવું જીવન આપતો થયો છે . અન્ય વ્યક્તિનાં અંગોનું આરોપણ સહજ સાધ્ય બન્યું છે . તે જ રીતે કૃત્રિમ અંગોનું આરોપણ પણ વિજ્ઞાને સાધ્ય કર્યું છે . 1947 માં ભારતમાં સરેરાશ આયુષ્ય 23 વર્ષ હતું . 1980 માં તે 54 વર્ષ થયું અને આજે તે તેનાથી પણ વધ્યું છે . આમ ચિકિત્સા વિજ્ઞાનના જ્ઞાનને લીધે મનુષ્યના આયુષ્યમાં વધારો કરી શકાય છે . વળી આજનો માનવ વિજ્ઞાનના અભ્યાસને લીધે શરીર પ્રત્યેની સભાનતા ધરાવતો થયો છે તેમજ સામાજિક આરોગ્યનો પણ ખ્યાલ રાખતો થયો છે . આજના ડોકટરો વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સારી એવી શારીરિક ચિકિત્સાની જાણકારી ધરાવતા થયા છે . કેન્સર જેવા રોગ ઉપર પણ મહદ્ અંશે સફળતા મેળવી છે અને એઇડઝ જેવા ભંયકર રોગો પર સફળતા મેળવવામાં છે . વિજ્ઞાનના વિકાસની અસર સમગ્ર વનસ્પતિસૃષ્ટિ તેમજ પ્રાણસૃષ્ટિ પર થઈ છે . જંતુનાશક દવાઓ છાંટી પાકના રોગોનો નાશ કરી મનુષ્ય વધુ કૃષિ ઉત્પાદન લેતો યેયો છે . ટેસ્ટટ્યુબ બેબી અને ક્રોનિંગ દ્વારા ઇચ્છિત સંતતિ મેળવી શકામ છે .
Page - 10
અકલ્પનીય અવકાશ ક્ષેત્રે વિજ્ઞાન : છેલ્લી શતાબ્દિમાં અવકાશ ક્ષેત્રે વિકાસ થયો છે . 1969 માં ચંદ્ર પર સમાનવ અવકાશયાન મોકલવામાં આવ્યું . માનવે ચંદ્ર વિજય કર્યો . માનવરહિત અવકાશયાન અનેક વખત મોકલવામાં આવ્યાં , જેના દ્વારા ચંદ્ર વિશે અઢળક માહિતી પ્રાપ્ત થઈ રોકેટો , કૃત્રિમ ઉપગ્રહો , સ્પેસ શટલ , અવકાશ પ્રયોગશાળા જેવી બાબતોમાં પણ ખૂબ જ પ્રગતિ થઈ . વિવિધ પ્રકારનાં મિસાઇલ્સની શોધ થઈ . કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મોકલીને તેના દ્વારા મનુષ્ય અન્ય ગ્રહો ઉપગ્રહો તેમજ બીજા અવકાશી પદાર્થોનો અભ્યાસ શક્ય બનાવ્યો છે . માનવીની અવકાશને સર કરવાની મહત્ત્વાકાંક્ષા અમર્યાદિત છે . મનુષ્ય ચંદ્ર ઉપર કે અન્ય ગ્રહ ઉપર આકાશમાં નગરી બાંધવાની પ્રેરણા મેળવી રહ્યો છે અને ભવિષ્યમાં વિજ્ઞાનની મદદથી અવકાશી નગરી બાંધવાનું પોતાનું સ્વપ્ન સિદ્ધ કરી લે તો નવાઈ નહીં . ભૌતિક સુવિધાઓમાં વિજ્ઞાન : વૈજ્ઞાનિક સંશોધનોએ આપણને અનેક સુવિધાઓ પૂરી પાડી છે . લાઇટની સ્વિચ દાબતાં જ અંધકારમાં પ્રકાશ , પંખાની કે એસીની સ્વિચ દાબતાં જ ગરમી માં ઠંડક , ફીજ અને કુલરો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ જળ , કોલ્ડ સ્ટોરેજ , વિવિધ પ્રકારનાં વસ્ત્રો , મકાનો , ફર્નિચર , મિકસર , ટેલિગ્રામ , તારટપાલ ટેઇપકોર્ડર , રેડિયો , ટી.વી . , વૉશિંગ મશીન , ગીઝર વગેરે સુવિધાઓ વિજ્ઞાને જ પૂરી પાડી છે . આ ઉપરાંત કયૂટર , રડાર વગેરે સુવિધાઓ પણ મનુષ્ય જીવનમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે . ટેલિફોન સેલફોન જેવાં સંદેશા વ્યવહારનાં સાધનો વગર તો આજે એક દિવસ પણ ન ચાલે એવી સ્થિતિ નિર્માણ થઈ છે . મુદ્રણકળામાં પણ ખૂબ પ્રગતિ થઈ છે . કૃત્રિમ ઉપગ્રહો દ્વારા માનવ સંદેશાવ્યવહાર ઝડપથી કરી શકે છે . આમ વિજ્ઞાન સમાજનું એક અવિભાજય અંગ બની ગયું છે . વ્યવસાયલક્ષી શિક્ષણમાં વિજ્ઞાન : માધ્યમિક શાળાઓમાં વિવિધ વ્યવસાયો માટેનું શિયાણ આપવામાં આવે છે . ખાસ કરીને ટેકનિકલ શાળાઓમાં આ શિક્ષણ વિશેષરૂપમાં અપાય છે . વ્યવસાયને સફળ અને સઘન બનાવવામાં વિજ્ઞાાનશિક્ષણનો ફાળો અગત્યનો છે . વ્યવસાયલક્ષી દિશા | વંતુ બનાવવા માટે પ્રત્યેક તાલીમાર્થીને વિજ્ઞાનશિક્ષણ
Page - 11
આપવું આવશ્યક બન્યું છે . વિજ્ઞાનશિક્ષણ દ્વારા વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ થાય છે . વ્યવસાયનાં કૌશલ્યો હસ્તગત કરવા માટે ઉપયોગી ઓજારોનું જ્ઞાન , યંત્રો ચલાવવાની ટેકનિક વિજ્ઞાનશિક્ષણે પૂરાં પાડવાનાં છે . વ્યવસાયમાં નિરીક્ષણ સજજતા વિજ્ઞાનશિક્ષણ પૂરી પાડવાની છે . વ્યવસાય અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ વિજ્ઞાનશિક્ષણ જ આપી શકે . આમ વિજ્ઞાન આધુનિક જીવનમાં અનેક રીતે મહત્ત્વનું હોવા છતાં એક વાત પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ કે જેમ પ્રત્યેક હકીકતને બે બાજુ છે , એમ વિજ્ઞાનને પણ બે બાજુ છે . એક સર્જનાત્મક અને બીજી વિનાશાત્મક . વિજ્ઞાનની સિદ્ધિને જેટલી સુંદર રીતે વર્ણવીએ એટલી સુખકર લાગે અને જેટલી અહિતકર રીતે વર્ણવીએ એટલે ભયંકર લાગે , કોઈ એમ કહે કે , વિજ્ઞાન દ્વારા બધું મેળવી લેતો માનવી શોષક બન્યો છે , એકલપંડો બન્યો છે , સર્વસત્તાધીશ બન્યો છે , વિનાશક બન્યો છે , લાગણીહીન બન્યો છે . પરંતુ તેમાં વિજ્ઞાનનો વાંક ખરો ? વિજ્ઞાન તો સાધન છે , સાધ્ય નહીં . વિજ્ઞાનનો ઉપયોગ કરી માનવે યુદ્ધ જહાજો , વિમાનવાહક જહાજો , ટોર્પિડો , સબમરીનો , પરમાણુબૉમ્બ , અણુબૉમ્બ , મિસાઇલો વગેરે વિનાશક સાધનો બનાવ્યાં . તેના આધારે માનવ બળે વિશ્વયુદ્ધો લડ્યો . ઇરાકને બબ્બેવાર ધમરોળ્યું . અફઘાનિસ્તાનમાં પણ સંહારક યુદ્ધ ખેલાયું અને જાનમાલનો ધ્વંસ થયો . અમેરિકાના ટ્રેડ સેન્ટર સાથે વિમાન ટકરાવ્યું . ટ્રેડ સેન્ટરની ઇમારત તૂટી પડી અને હજારો માણસો મરી ગયા અને એટલો બીજાં , ઘાયલ થયા . આમાં વિજ્ઞાન દોષિત ખરું ? વિજ્ઞાનરૂપી સાધનનો સાધ્યની પ્રાપ્તિ માટે ઉચિત ઉપયોગ એ જે માનવનું કામ છે , મનુષ્ય વિજ્ઞાનને પોતાનું મગજ આપી દેવાનું નથી . શ્રેયકર્તા અને હિતકારક રીતે વિજ્ઞાનનો ઉપયોગ એ માનવીના હાથની વાત છે . આધુનિક જીવનમાં વિજ્ઞાનનું સ્થાન એ માનવીની બુદ્ધિપૂર્વકની શોધ છે . તેનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ જ મનુષ્ય માટે હિતકારક છે . વિજ્ઞાનશિક્ષણના સામાન્ય સિદ્ધાંતો : ભૌતિક અને માનવીય સાધનોનું અધતનીકરણ કરવું : “ મનુષ્યના વિકાસ પર વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિની જે અસર થઈ છે તેની તુલના થઈ શકે તેમ નથી , વૈજ્ઞાનિક પરિવર્તનના યુગમંડાણથી અધતનીકરણની એક પ્રથા જ જાણે શરૂ થઈ છે . * પરિણામે રાષ્ટ્રભરમાં નવી સંસ્થાઓ , નવા ઉદ્યોગો અને વાં , મતિક સાધનોનો પ્રાદુર્ભાવ થયો છે .
Page - 12
વૈજ્ઞાનિક અને પ્રાવિધિક વિકાસના પરિપાકરૂપે સ્વયંસંચાલન આવ્યું છે કેટલાંક રાષ્ટ્રીય સ્તરે કયૂટરની ગતિ , ચોકસાઈ તથા દૈનિક જીવનની સંકુલતાને પહોંચી વળવાની ક્ષમતા દર્શનીય છે . આજે એ પરિસ્થિતિ આવી ઊભી છે કે માનવી જેટલો અઘતન બન્યો છે તેની સાથે સાથે મશીન સસ્તાં બન્યાં છે . મશીનો અને યાંત્રિકતાથી ઉદ્યોગોને વેગ મળ્યો છે . માનવસર્જિત સમસ્યાઓ ઉકેલાઈ છે . આમ , માનવીની જીવન તરાહ અઘતન , અંગત , સલામતીપૂર્ણ બની છે . માનવજીવન યાંત્રિક સાધનોથી , ભૌતિક સુવિધાથી વધુ સરળ , સગવડભર્યું અને સમૃદ્ધ બન્યું છે . સમૂહ માધ્યમો અને ટેક્નોલોજીનો ઉપયોગ વધુ વિકસાવવો : સમાજ જ્યારે વિજ્ઞાનના રંગે વધુ ને વધુ રંગાયું છે , ત્યારે રાષ્ટ્રની ફરજ બને છે કે નાગરિકોને વધુ ને વધુ વિજ્ઞાનશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી . આપણે જાણીએ છીએ કે , આપણું રાષ્ટ્ર ઝડપી વસ્તી — વધારાવાળું મોટી જનસંખ્યા ધરાવનારા રાષ્ટ્રોમાંનું એક છે . મોટી સંખ્યામાં માનવશક્તિ શિક્ષણ લેતી થઈ છે , તેમ છતાં ક્ષિતિજ પર વિજ્ઞાને નવાં દ્વાર ઉઘાડ્યાં છે . નૂતન પદ્ધતિઓ દ્વારા જ્ઞાનવિજ્ઞાનનું વિસ્તરણ કુશળતાથી વર્તમાનપત્રો , રેડિયો , ટેપરેકોર્ડર , ટેલિફોન , ટી.વી. વગેરે જેવાં સાધનો દ્વારા વૈજ્ઞાનિક અભિગમથી પૂરું પાડવામાં આવે છે . આમ વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને સમાજજીવનું ઊંચું આવ્યું છે , વધુ સધન બનાવાયું છે . ( 3 ) ઉત્પાદનલક્ષી અને વ્યવસાયલક્ષી અભિગમ અપનાવવો : રાષ્ટ્રની બદલાતી જીવનપ્રણાલી સાથે ઉત્પાદનલક્ષી શિક્ષણને સાંકળવાથી તે અર્થપૂર્ણ બને છે . 21 મી સદીમાં ખેતીક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તે દ્વારા માનવજીવન ધોરણ ઊંચે લઈ જવા વિજ્ઞાન મદદરૂપ બન્યું છે . નવી નવી ટેકનોલૉજી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ થાય છે . મોડેલિંગ , છાપકામ , વણાટકામ , ચર્મઉધોગ , બુ કબાઇન્ડિગ , બુક - કીપિંગ , ઢોર ઉછેર , પાકસંરક્ષણ , વર્કશોપ – કાર્ય , ટેઇલરિંગ વગેરે કાર્યોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અને સૂઝસમજથી ઉત્પાદકતા વધી છે અને તેની ગુણવત્તામાં પણ વધારો થયો છે .
Page - 13
નૂતન રાષ્ટ્રના નિર્માણમાં ઉત્પાદનશીલતાના હેતુને વધુ સફળ અને સઘન બનાવવા શિક્ષણનું વ્યવસાયીકરણ કરવું આવશ્યક બને છે . વ્યવસાયલક્ષી શિક્ષણ ચીલાચાલુ કે બીબાઢાળ ન બનતાં , પ્રત્યેક તાલીમાર્થીને પૂરેપૂરી શક્તિઓ ખીલવનારું હોવું જોઈએ . જરૂરી કૌશલ્યનો સઘન વિકાસ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સાધવો જોઈએ કે જેથી માનવબળનો શક્તિશાળી અને સક્ષમ ઉપયોગ થઈ શકે , તેમજ વધારે ઉત્પાદન થઈ શકે . જે તે વ્યવસાયનાં કૌશલ્યો હસ્તગત કરવા ઉપરાંત તેનાં ઉપયોગી ઓજારોનું જ્ઞાન , યંત્રો ચલાવવાની ટેનિક , યંત્રોનું વિજ્ઞાન , સાધનસામગ્રી અને પ્રક્રિયાઓનો ઉપયોગ તેમજ દેખભાળ વિશેની સજ્જતા પર્યાપ્ત રીતે વ્યવસાયીને મળેલાં હોવાં જોઈએ . પરંપરાગત સમાજનું અધતનીકરણ કરવું આધુનિક સમાજની સભ્યતા વિજ્ઞાન પર આધારિત છે . વિજ્ઞાને ચમત્કારો સર્યા છે , જે લાભદાયકની સાથે સાથે હાનિયુક્ત પણ સાબિત થયા છે . વિજ્ઞાને અધતનીકરણ દ્વારા અથાગ સેવા આપી છે . આજની આપણી જીવન રહેણીકરણી , આપણા વિચારો , આપણાં જીવનમૂલ્યો , જીવન ઉદ્દેશ્યો , ખેતી , મનોરંજન , મુસાફરી , સંદેશાવ્યવહાર , રોગોની ચિકિત્સા વગેરે દરેક ક્ષેત્રે વિજ્ઞાને તેનું પ્રભુત્વ નૂતન પરિસ્થિતિમાં સ્થાપિત કર્યું છે . વિજ્ઞાને આપણી જૂની વૈચારિક ભૂમિકા , અંધશ્રદ્ધા , અજ્ઞાનતા , રિવાજો , પૌરાણિક ઔપચારિકતા વગેરેને દૂર કરવામાં અગત્યનું કામ કર્યું છે . આપણા નૈતિક મૂલ્યો , શિક્ષણ ખ્યાલો , સમાજજીવન , લગ્નપ્રથા અને પરિવારનિયોજન વગેરે માટેની આપણી દૃષ્ટિ વિજ્ઞાનશિક્ષણથી ઘણી રીતે બદલાઈ ગઈ છે . લોકશાહીમાં ઉત્તમ નાગરિક બનાવવાના ગુણ વિજ્ઞાનશિક્ષણથી મળ્યા છે . નવા વિચારોને મનમાં ગ્રહણ કરવા , બૌદ્ધિક પૂર્ણ , બીજા માટે આદરભાવ , કાર્ય કરવાની એકનિષ્ઠા વગેરે જેવી સંબંધિત બાબતો વિજ્ઞાનશિક્ષણથી ઉદ્ભવી છે . સામાજિક અને એકીકરણની ભાવના ઊભી કરવી : શિક્ષક સંસ્કૃતિનું પ્રદાન કરે છે . તે લાગણીઓ અને બૌદ્ધિક દૃષ્ટિને પરિમાર્જિત કરે છે , ટૂંકમાં કહીએ તો , વિશાળ બનાવે છે . આ રીતે શિક્ષણ રાષ્ટ્રીય અને
Page - 14
સામાજિક એકતાની ભાવનાનું સ્થાપનું કરે છે . શિક્ષણથી ગુમ વૈશાનિક વલણો કેળવાય છે . તેનાથી મન અને આતાની સ્વતંત્ર અનુભવાય છે . તર્કબદ્ધ અને બુદ્ધિપૂર્વક વિચારતા થવું ને વિજ્ઞાનશિક્ષણની મહત્ત્વનો હેતુ છે . વિજ્ઞાનશિક્ષણ રાષ્ટ્રની માવસંપત્તિને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રેરે છે . વૈજ્ઞાનિક વિચારીના ગઠનથી વહેમો અને પૂર્વગ્રહો સમાજમાંથી દૂર થાય છે . સમાજના અને રાષ્ટ્રના એયના વિકાસ માટે જો મનુષ્યને પ્રશ્નો પૂછવાની તાલીમ આપવામાં આવે , સમસ્યા ઉકેલની પરિસ્થિતિ નિર્માણ કરી આપવામાં આવે , પૃથક્કરણ કરવાની ટેવ પાડવામાં આવે , કૂટપ્રશ્નો ઉકેલવાની રીત શીખવવામાં આવે તો આપણામાંથી વહેમો , ધમધતા , પ્રારબ્ધવાદ પર આધારિત ઘણી માન્યતાઓ અને રીતરસમ વિકારો પામે નહીં . વિજ્ઞાનુશિક્ષણથી સમાજમાં આવો વૈજ્ઞાનિક અભિગમ સીધી રીતે વિકસી રહે , જેથી સમાજવાદ , બિનસાંપ્રદાયિકતા , રાષ્ટ્રીય એકતા લોકશાહીનાં સામાજિક મૂલ્યો વધુ મજબૂત બને , વળી , વિજ્ઞાનનું સાહિત્ય અન્ય વિષયો જેટલું જ પ્રભાવશાળી છે , વિજ્ઞાનને પોતાનો અંગત જોમ , જુરસો અને સૌંદર્ય છે . વૈજ્ઞાનિક શોધોનો ઇતિહાસ , તેનું સાહસ અને તેથી જન્મતી ત્યાગની ભાવના . નૃતન રાષ્ટ્રના નિર્માણમાં અગત્યનું પ્રદાન છે . જીવનની સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક તાકાત જરૂરી છે , જેથી ઐક્યની તાકાત પેદા થશે . આમ , સમાજની અખંડિતતા સાધી શકશે . જેથી કહી શકાય કે , આપણી અણુશક્તિનો રચનાત્મક કાર્યોમાં ઉપયોગ થશે , નહીં કે વિનાશ કાર્યોમાં . તંદુરસ્તી અને શારીરિક વિકાસમાં વૈજ્ઞાનિક દૃષ્ટિનો વિકાસ : સમાજ ( કે રાષ્ટ્રનું નિમણિ એટલે કે માનવીનું નિર્માણ , વિજ્ઞાન માનવી અને તેની માનવતાનું રક્ષક સિદ્ધ થયેલું છે . વૈજ્ઞાનિક જાણકારી દ્વારા માણસની તંદુરસ્તી જળવાઈ રહે છે અને વધુ સુદઢ બને છે . વિજ્ઞાનના આવિષ્કારોથી દર્દોનાં દદદની જાણ કારી , તેને અટકાવવાના ઉપાયો તથા તેને દૂર પુરવા ! ઇલાજની ચાવી મેળવી શકાય છે .
Page - 15
સામાન્ય રોગો , જાતીય રોગો કે કેન્સર જેવા રોગોને અટકાવવા પર વિજ્ઞાને ઘણું સાહિત્ય પ્રદાન કર્યું છે . વિવિધ પ્રકારનાં ઓપરેશનો , એક્સરે , રેડિયો - વેસ થેરાપીનો શરીરની તંદુરસ્તી માટે ઉપયોગ કરવામાં આવે છે , જે વિજ્ઞાનની શોધ છે . આમ , મેડિકલ સાયન્સ વિજ્ઞાનશાખાનું મહત્ત્વપૂર્ણ પાસું છે . હજુ પણ તેમાં સતત સંશોધનો ચાલતાં રહે છે . શરીરની સુઘડતા તથા સ્વચ્છતા , સમતોલ અને પોષક આહારના પ્રાયોગિક નિયમો , શારીરિક અભ્યાસની જાણકારી એ વિજ્ઞાનના પથપ્રદર્શનનું ઉદાહરણ છે . આમ , રાષ્ટ્રનિર્માણમાં વિજ્ઞાને માનવીનાં દુઃખો ઘટાડ્યાં છે અને લોકોને આનંદપૂર્વક દીર્ધાયુ જીવન જીવવાનો મહામૂલો આશીર્વાદ બક્ષેલો છે . વિજ્ઞાન દ્વારા સૌંદર્ય અને કલાનું નિરૂપણ કરવું : જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શતી અને અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાને જીવંત બનાવતી પ્રક્રિયા એટલે કલા . રાષ્ટ્રના અધતનીકરણની ક્રિયામાં ભૌતિક સાધનોની વચ્ચે રહીને જીવનને જોવાની નૂતન દૃષ્ટિ કલા આપે છે . શિક્ષણના વિવિધ સ્તરે જે શીખવવામાં આવે છે તે સૂત્રો , નિયમો અને પદ્ધતિઓ પર આધારિત છે , અહીં હૃદયપૂર્વકની સામેલગીરી માટે વિજ્ઞાનને ક્લામય સ્વરૂપે રજૂ કરવું જરૂરી બને છે . દા.ત. સમુદ્રની લહેરોનું વિજ્ઞાન સંગીતમય ધ્વનિ પીરસે છે , સમુદ્રનું ભૂરું પાણી સૂર્યનું પ્રકીર્ણન દર્શાવે છે . ત્રિપાર્થ કાચનો વર્ણપટ , ચોમાસામાં આકાશમાં મેઘધનુષ્યરૂપે વાદળીને કલામય ચૂંદડી પહેરાવે છે . આમ , વિજ્ઞાન એ કલા છે અને દરેક વૈજ્ઞાનિક કલાકાર છે . એટલે કે , કુદરત એ મહાન કલાકાર છે ! અંગ્રેજી સુવિખ્યાત કવિ Keats કીટ્સના કહેવા અનુસાર સત્ય સુંદર છે ( Truth is beauty ) . પ્રકૃતિની દરેક વસ્તુ સુંદર છે અને પ્રકૃતિનાં રહસ્યોની શોધ કરવી એ વિજ્ઞાનનો વિષય છે . યુનિવર્સલ નિયમો તથા બૌદ્ધિક સિદ્ધાંતોનું વિશ્લેષણ કરતી વખતે તેની સૌદર્યાત્મક પ્રક્રિયાનો અનાયાસે પરિચય થાય છે . સામાજિક , નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ : સામાજિક શ્રદ્ધા અને નૈતિક મૂલ્યોના ઘડતર માટે વિજ્ઞાન બળવાન હથિયાર છે રાષ્ટ્રમાં હિંસાખોરી , નફાખોરી , સંઘરાખોરી , અંગત લાભની ભાવના
Page - 16
વગેરે નૂતન રાષ્ટ્રના નિર્માણમાં ખેદજનક વસ્તુસ્થિતિ પેદા કરે છે , વિજ્ઞાનનું શિક્ષણ આ દૈત્યને ડામવા સત્યનું અને નિયમોનું હથિયાર તેની સામે ઉગામે છે . વૈજ્ઞાનિક સત્ય અને તર્કના પાયો દ્વારા નૈતિકતા અને આધ્યાત્મિકતાનો વિકાસ કરે છે . પ્રત્યેક વિજ્ઞાની હંમેશાં સત્યની શોધમાં હોય છે . થોમસ હફસલેની આ અંગે એક લોકપ્રિય ઘટનાનો ઉલ્લેખ અહીં અસ્થાને નહીં ગણાય . એક વખત તેમના પાદરી મિત્રે ઇશ્વરના અસ્તિત્વ પર વિવિધ તર્કો દર્શાવ્યા , જે ખરેખર વાસ્તવિક ન હતા ત્યારે હસતાં હસતાં હકસલેએ કહ્યું , “ મને ટેસ્ટ ટ્યુબ મેથડે – ( Test Tube Method ) દ્વારા ઇશ્વરનું અસ્તિત્વ બતાવો . ” 1.3 અધ્યાપનસૂત્રો : અર્થ , મહત્ત્વ અધ્યાપનસૂત્રોનો અર્થ : અધ્યાપનકાર્યના વર્ષો સુધીના અનુભવ , ચિંતન અને નિરીક્ષણની નીપજથી અનુભવોનો પરિપાક એટલે અધ્યાપન સૂત્રો . ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારસમૃદ્ધિ પ્રગટ કરવાની ભાષાકીય રીતિ એટલે સૂત્ર , સૂત્રાત્મક ભાષામાં વ્યક્ત થયેલાં શિક્ષણનાં સત્યો એટલે સૂત્રો . આ પ્રકારના સૂત્રો કોઈ નિયમ , સિદ્ધાંત કે ફાયદા નથી , પરંતુ અનુભવ વિચાર અને નિરીક્ષણનો એક પરિપાક છે . વિવિધ કેળવણીકારોના અનુભવ અને વિચારોમાંથી તારવેલા G છે . સામાન્યીકરણો પણ અધ્યાપનનાં સૂત્રો છે . અધ્યયન - અધ્યાપનમાં આ સૂત્રોને જાણીને તેનો અસરકારક અને યથાર્થ ઉપયોગ કરવાથી શિક્ષણકાર્યની સમૃદ્ધિ વધે છે . હર્બટ સ્પેન્સરે ‘ એજયુકેશન ’ નામના પુસ્તકમાં અધ્યાપન સૂત્રોનું સામાન્યીકરણ કર્યું છે . ત્યારબાદ ડૉ . વેસ્ટને આ અધ્યાપન સૂત્રોનું સામાન્યીકરણ કરી શિક્ષણ માટે વ્યાવહારિક બનાવ્યા છે . ડો . વેલ્ટનના મતે , અધ્યાપનનાં સૂત્રો અધ્યાપનું પદ્ધતિનાં ગૌણ સિદ્ધાંતો છે , જેનો ઉપયોગ શિક્ષક પોતાના અધ્યાપનની સફળતા માટે કરી શકે છે .
Page - 17
આમ , અધ્યાપન સૂત્રો સફળ અધ્યાપન માટેના માર્ગદર્શક રસ્તંભો છે અને ઉપયોગી એવાં તથ્યોની એક સંહિતા છે . L અધ્યાપનસૂત્રોનું હત્ત્વ : શિક્ષણના અધ્યાપનકાર્યમાં અધ્યાપનનાં સૂત્રો ખૂબ જ ઉપયોગી છે , જેનું મહત્ત્વ નીચે દર્શાવવવામાં આવ્યું છે . શિક્ષકના શિક્ષણના કાર્યના આયોજન માટે માર્ગદર્શક છે . અધ્યાપન કાર્ય કરતી વખતે શિક્ષકમાં રજૂઆત અંગેની સૂઝ અને સમજ કેળવે છે . નવીન પ્રયુક્તિઓના અમલીકરણમાં સૂત્રોનું મહત્ત્વનું સ્થાન છે . વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લઈ શિક્ષણકાર્ય અનુરૂપ કાર્ય કરવા માટે ઉપયોગી છે . અભ્યાસક્રમના મુદ્દાઓની પસંદગી અને રજૂઆતમાં અસરકારક રીતે સૂત્રો ઉપયોગી નીવડે છે . અધ્યાપનના નવીન શૈક્ષણિક સાધનો અને પદ્ધતિઓની પસંદગી અને રજૂઆતમાં સૂત્રો ઉપયોગી છે . મૂલ્યાંકન માટે નવીન ઉપકરણોના ઉપયોગ તથા સૂત્રોની પસંદગી માટે ઉપયોગી છે . શિક્ષણકાર્યમાં મનોવિજ્ઞાનની ઉપયોગિતા સૂત્રો દ્વારા ખ્યાલ આવે છે . શિક્ષકનું વ્યાવહારિક જ્ઞાન મેળવવા માટે અધ્યાપન સૂત્રો માર્ગદર્શક છે . . s શિક્ષણ કાર્યને સરળ , સુગમ , સફળ અને અર્થપૂર્ણ બનાવવા માટે સહાયરૂપ નીવડે છે .
Page - 18
શિક્ષણમાં અધ્યાપન સૂત્રો : હા d પરથી અજ્ઞાત પર જવું ( Proceed from known to unknown ) અર્થ ? બાળક જન્મે છે ત્યારથી અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે . બાળક નવી ' કે , અપરિચિત બાબતો શીખે તે પહેલાંના અનુભવોને જ્ઞાત બાબતો કે પૂર્વજ્ઞાન અધ્યાપન કૌશલ્યો પૈકી વિષયાભિમુખ કૌશલ્યને હસ્તગત કરવાનો મહાવરો પ્રાપ્ત કરવામાં વિદ્યાર્થીના પૂર્વાનુભવો જાણવામાં આવે છે , પૂર્વાનુભવો કે પૂર્વજ્ઞાન ચકાસીને શાનાત્મક અને સંવેગાત્મક સ્તરે બાળકોનો સંબંધ પ્રસ્થાપિત કરીને બાળકને નવું જ્ઞાન અથવા અપરિચિત બાબત કે અજ્ઞાત બાબત તરફ લઈ જવામાં આવે છે . શરૂઆતમાં બાળકનું જ્ઞાન સીમિત હોય છે અને તેનો આધાર લઈ ક્રમિકપણે નવી કે અજ્ઞાત બાબતોનું જ્ઞાન વિકસે તે માટે અધ્યાપકે વિષયાભિમુખ કૌશલ્ય અજમાવવું પડે છે . આમ , પૂર્વજ્ઞાનના પાયા પર નવા જ્ઞાનની ઇમારત ચણવાનું કાર્ય અધ્યાપકનું છે . ઉદાહરણો : 3 ભાષાનો શિકા કે પરિચિત વાર્તા કે કાવ્યપંક્તિઓનો આધાર લઈ સમાનાર્થી નવી વાર્તા કે કાવ્ય શીખવે છે . ગણિતનો શિક્ષક ઘરવપરાશની વસ્તુઓના આકારો પરથી ભૂમિતિ શીખવે છે . ગામ કે શહેરની ભૂગોળનું પૂર્વજ્ઞાન ચકાસીને જિલ્લા કે રાજયની ભૂગોળ વિશેનું નવું જ્ઞાન ભૂગોળ શિક્ષક વિકસાવે છે . વિજ્ઞાનું શિક્ષક વિદ્યાર્થીનું કેમેરાનું પૂર્વજ્ઞાન ચકાસી આંખની રચના . સમજાવે છે .. ર ક ફાયદા : | મો સ્ત્રના આધારે અધ્યાપન કાર્ય કરવાથી કેટલાક ફાયદા થાય છે , નીચે પ્રમાણે છે . વિદ્યાર્થીનો જ્ઞાનાત્મક અને સંવેગાત્મક સ્તરે . સંબંધ પ્રસ્થાપિત af થાય છે , * નવું શશીન શીખવું સરળ થઈ પડે છે ..
Page - 19
જ્ઞાત અને અજ્ઞાત બાબતો વચ્ચેનો સેતુ પ્રસ્થાપિત થવાથી વિદ્યાર્થી શીખવા માટે તત્પર બને છે . વિષયની પૂર્વ જાણકારી અને નૂતન જ્ઞાનનો સંયોગ રસ અને રુચિ વધારે છે . ( 2 ) સરળ પરથી કઠિન ( સંકુલ ) તરફ જવું ( Proceed from simple to complex ) અર્થ : અભ્યાસક્રમના જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી થતી હોય તેવી બાબતોને સરળ કહે છે , જયારે અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઊંડી કે સૂમ થતી હોય તેને કઠિન કે સંકુલ કહે છે . વિદ્યાર્થીઓની શક્તિમર્યાદાને ધ્યાનમાં રાખીને તેના દૃષ્ટિકોણથી સરળ કે કઠિન બાબતો નક્કી કરવી જોઈએ . શરૂઆતમાં અધ્યાપકે સરળ બાબતો રજૂ કરીને આત્મવિશ્વાસ પેદા કરવો . આથી , વિદ્યાર્થીની રુચિ વધશે અને શીખવા માટે તત્પર બનશે , તે ક્રમિક વિકાસ સાધતો સાધતો જટિલ વસ્તુ તરફ ધપતો રહેશે . ઉદાહરણો : ઇતિહાસમાં પ્રથમ રાજકર્તાનું જીવન શીખવવું પડે , પછી તેની રાજનીતિ .. ગણિતનો શિક્ષક ગુણાકાર શીખવતાં પહેલાં સરવાળા વિશે શીખવે છે . વિજ્ઞાનમાં ફુગ્ગાને ઉડાડી ક્રમશઃ રોકેટના ઉડ્ડયનમાં રહેલા સિદ્ધાંતનો ખ્યાલ આપવો જોઈએ , એવી જ રીતે શાહી ભરવાની ટોટીની કાર્યપદ્ધતિ સમજાવ્યા બાદ જળશોષક પંપની કાર્યપદ્ધતિ સમજાવવી સુગમ પડે છે . ભાષામાં શીખી ગયેલાં કાવ્ય કે પાઠના આધારે નવાં કાવ્યો કે પાઠ શીખવવામાં આવે છે . ફાયદા : S આ સૂત્રના આધારે અધ્યાપનકાર્યમાં નીચેના જેવા ફાયદા થાય છે : અભ્યાસક્રમના મુદ્દાઓની રજૂઆત માનસશાસ્ત્રીય બને છે . વિદ્યાર્થીઓની શક્તિમર્યાદાને ન્યાય મળે છે . વિધાર્થીઓનું વિષય શીખવા પ્રત્યેનું વલણ હકારાત્મક બને છે . વિદ્યાર્થીઓની વિષય વિશેની સમજ વિકસે છે . વિઘાર્થીઓની શીખવા પ્રત્યે અભિરુચિ વધે છે .
Page - 20
વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ( સેમેસ્ટર - II ) 20 ( 3 ) મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું ( Proceed from concrete to abstract ) અર્થ : મૂર્ત એટલે શરીરની કોઈપણ ઇન્દ્રિય દ્વારા જાણી કે અનુભવી શકાય તેવી વાત , વસ્તુ કે વિચાર , મૂર્ત એટલે પ્રત્યક્ષ . અમૂર્ત એટલે જેને માત્ર કલ્પના કે ભાવથી સમજી શકાય તેવી બાબત . અમૂર્ત એટલે પરોક્ષ . હર્માર્ટ સ્પેન્સર કહે છે કે , પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ . શરૂઆતમાં બાળકનો માનસિક વિકાસ એટલો થયો નથી હોતો કે તે અમૂર્ત વિચાર કે કલ્પના સમજી શકે . તેની તર્કશક્તિ વિકાસની અવસ્થામાં હોય છે . આથી , વિદ્યાર્થીઓને મૂર્ત અનુભવો પૂરા પાડવા જોઈએ . આ માટે શૈક્ષણિક સાધનો પ્રત્યક્ષ દર્શાવીને કોઈપણ વિષયના ખ્યાલોનું સ્પષ્ટ બંધારણ કરવું જરૂરી છે . આમ થયા પછી તેઓને અમૂર્ત વિચાર કરાવવો જોઈએ . એક વાર ખ્યાલ સ્પષ્ટ થઈ જાય ત્યાર બાદ મૂર્ત પરથી અમૂર્ત તરફ સાહજિકતાથી સરકી જવું જોઈએ . જયારે અમૂર્તને સમજવા લાગે કે તરત જ મૂર્ત વસ્તુઓથી સમજે તેવી વૃત્તિ કે પ્રવૃત્તિને દૂર કરવી જોઈએ , નહિ તો એનામાં અમૂર્તને સમજવાની શક્તિનો વિકાસ અટકી જશે . લાંબા ગાળે તે અમૂર્ત રીતે વિચાર કરતો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ . કારણ કે , મૂર્ત કરતાં અમૂર્તની દુનિયા ઘણી વિશાળ છે . ઉદાહરણો ; ગણિતના શિક્ષકે 2 + 2 = 4 થાય તેવા સરવાળાના ખ્યાલ આંગળીના વેઢા ગણાવીને સ્પષ્ટ કરવો જોઈએ . પૃથ્વીના ગોળા દ્વારા ભૂગોળના વિવિધ ખંડોની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી શકાય . પ્રવાસ યોજીને મૂર્ત વસ્તુઓનું અવલોકન કરાવીને તેના જેવી અમૂર્ત બાબતોનું જ્ઞાન કે ખ્યાલોની સમજ વિકસાવી શકાય . ફાયદા : આ સૂત્રને આધારે અધ્યાપનકાર્ય કરવાથી નીચે જેવા ફાયદા થાય છે ? વિદ્યાર્થીઓના પાયાના ખ્યાલો સારી રીતે સ્પષ્ટ થાય છે અને તે E ચિરંજીવ બને છે .
Page - 21
વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ અને અધ્યાપન સૂત્રો વિઘાથીઓની અમૂર્ત વિચારશકિત વિકસે છે . કેટલાક ગુણો અને ભાવો અંગે વિદ્યાર્થીઓની સાચી સમજી વિકસે છે , અહ ૫ મૂર્ત જ્ઞાનભંડારનો આધાર લઈ ઘણી જ અમૂર્ત બાબતો . સમજાવી શકાય છે . શિલ્પ સ્થાપત્ય , યંત્રવિદ્યા ત્રિપરિમાણની ભૂમિતિ જેવા વિષયમાં અમૂર્તને સ્પષ્ટ જોઈ શકનાર જ સફળ નીવડે છે . વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું . ( Proceed from Particular to General ) અર્થ : એક જ પ્રકારનાં વિશિષ્ટ સત્યો કે ઉદાહરણો પરથી એ પ્રકારનું સામાન્ય સત્ય કે ગુણધર્મો શોધી કાઢવા એનું નામ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું . વિશિષ્ટ ઉદાહરણો આપ્યા સિવાય બાળકો સામાન્ય સિદ્ધાંત સરળતાથી સમજી શક્તા નથી , તે અનુભવસિદ્ધ બાબત છે . અધ્યાપનકાર્યમાં ઉદાહરણ કૌશલ્ય વિકસાવવામાં અધ્યાપકે આ સૂત્રને અનુસરવું પડે છે . આ કૌશલ્ય વિકસાવવા આગમન પદ્ધતિનો ઓશરો લેવો પડે છે . ગુણધર્મ , સિદ્ધાંત , નિયમ કે ખ્યાલ સ્પષ્ટ કરવા એક જ પ્રકારનાં અનેક ઉદાહરણો અધ્યાપકે પસંદ કરવાં પડે . આના આધારે વિદ્યાર્થીઓ તેના સંદર્ભમાં સામાન્યીકરણ કરવા પ્રોત્સાહિત થાય છે . આ માટે નિરીક્ષણ , પરીક્ષ m , તુલના અને સામાન્ય ગુણપ્રતિપાદન એ માનસિક પ્રકિયા થાય છે . વિધાર્થીઓ પોતાની મેળે ખ્યાલ , ગુણધર્મ કે સિદ્ધાંત તારવે છે . ઉદાહરણો : | ' ઉદાહરણો રજૂ કરી . સ્પષ્ટ થઈ શકે . વિજ્ઞાનમાં વિવિધ સ્વરૂપના પદાર્થો ગરમ શક્ષિતમાં ગણ વિશેના સિદ્ધાંતનો , ખાલી ગણ વિશેનો ખ્યાલ , તેને લગતાં | કુવાથી , કંદ વધે છે , તે ગુણધર્મ તેને લગતા પ્રયોગોમાં ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરી શકાય , ભાખામાં વ્યાકરણમાં ગુમનું પદ્ધતિનો ઉપયોગ સૂત્ર પ્રમાણે થાય છે ..
Page - 22
ફાયદા : આ સૂત્રના ઉપયોગથી અધ્યાપનકાર્યમાં નીચેના જેવા ફાયદા થાય છે વિજ્ઞાન , ગણિત અને વ્યાકરણ જેવા વિષયોના સ્પષ્ટીકરણમાં આગમન પદ્ધતિને વ્યવહારુ બનાવવા આ સૂત્ર એર ૨ કાટકો નીવડે છે . ઉદાહરણોને આધારે મેળવેલું જ્ઞાન ચિરંજીવ બને છે , વિદ્યાર્થીઓને જાતે માનસિક ચિંતન કરવાનું હોવાથી સમજ , સારી રીતે વિક્સે છે . આગમન વિધિ નૈસર્ગિક હોવાથી વિદ્યાર્થીઓને શીખવામાં રસ . ( 5 ) સમગ્ર પરથી અંશ તરફ જવું ( Proceed from whole to part ) અર્થ : આ સૂત્ર સમષ્ટિવાદી મનોવિજ્ઞાન પર આધારિત છે . ગેસ્ટાલ્ટવાદી મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે , આપણું પ્રત્યક્ષીકરણ પહેલાં અખિલાઈભર્યું હોય છે , પૂર્ણ તરફ હોય છે , પછી તેના અંશો કે વિભાગો તરફ . માનવ મને હંમેશાં કોઈપણ બાબતને સમગ્ર સ્વરૂપે નિહાળે છે , તે પછી જ તેના અંશોને જુએ છે . બાળકને સંપૂર્ણ કે સમગ્રનું દર્શન થયા પછી જ તે એના વિવિધ વિભાગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ સારી રીતે સમજી શકે છે . ઉદાહરણો : કાવ્યશિક્ષણમાં ભાષાનો શિક્ષક પ્રથમ સેમ … કાવ્યનું ગાન કર્યા પછી તેની પંક્તિઓનું સ્પષ્ટીકરણ કરે છે . વિજ્ઞાનનો શિક્ષક હાડપિંજરના મોડેલનો સમગ્ર ખ્યાલ કરાવીને પછી માનવશરીરનાં હાડકાં અને તેની કાર્યવાહી શીખવે , ભૂગોળનો શિક્ષકે વિદ્યાર્થીઓને પહાડની ટેકરી પર ઊભા રાખીને પહેલાં તળેટીનો ખ્યાલ આપશે અને પછી ઝરણાં , ખેતરો , ઝાડપાન , ઊંડાઈ વગેરેની ચર્ચા કરશે , ભાષા શિક્ષણમાં માટે જ ક્કો શીખવવાનું પડતું મૂકીને વોક્યતરાહ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે . વાક્ય ભાષાનો અર્થપૂર્ણ એકમ છે . એના પરથી શબ્દો અને શબ્દો પરથી મૂળાક્ષરો પર જવું વધુ યોગ્ય ગણાય .
Page - 23
વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ અને અધ્યાપન સૂત્રો 23 ફાયદા : . હ આ સૂત્રનો ઉપયોગ કરવાથી અધ્યાપનકાર્યમાં નીચેના ફાયદા થાય છે ? વિદ્યાર્થી કોઈપણ વસ્તુ કે વિચારનો સમગ્રપણે અનુભવ કરીને તેની ભવ્યતાનો આનંદ અનુભવે છે . ભાષાશિક્ષણમાં વિદ્યાર્થીઓને સમગ્ર વાક્ય વાંચતાં આવડે એટલે આપોઆપ શબ્દો અને અક્ષરો વાંચતાં આવડી જાય છે . ( 6 ) પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ જવું ( Proceed from Analysis to synthesis ) અર્થ : પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું એટલે પૃથક્કરણ , અંશોને ભેગા કરી પૂર્ણ રૂપ આપવું તે સંયોગીકરણ . આ સૂત્ર સમગ્ર પરથી અંશ તરફ જવું એ સૂત્રથી વિરોધાભાસી લાગે છે , પણ હકીક્તમાં એવું નથી . આ સૂત્રથી બાળકનું જ્ઞાન જે અચોક્કસ , અસ્પષ્ટ અને અનિશ્ચિત હોય છે તેને વિશ્લેષણ દ્વારા ચોક્કસ , અને નિશ્ચિત કરવામાં આવે છે . ઉપરોક્ત બન્ને સૂત્રો આપણે આ સંદર્ભમાં સમજવા જોઈએ . સૌપ્રથમ બાળકને પૂર્ણ , સમગ્ર વસ્તુનો ખ્યાલ આપવો જોઈએ . ફરી સમગ્ર વસ્તુના વિભિન્ન અંગોમાં વિશ્લેષણ કરવું જોઈએ . આ વિભિન્ન અંગોમાં વિશ્લેષણ કર્યા બાદ વળી તેને સંયોજન દ્વારા સમગ્ર તરફ લઈ જવું જોઈએ . L ઉદાહરણો : ભૂમિતિના શિક્ષણમાં વિવિધ પ્રકારના ત્રિકોણના ખૂણાઓનાં માપ | મુપાવીને તેનો સરવાળો કરાવી તે બે કાટખૂણા બરાબર થાય તેમ શોધવામાં આવે છે . કાવ્યશિક્ષણમાં શિક્ષક કાવ્યને એક બે વાર સમગ્ર વર્ગ સમક્ષ ગાઈ સંભળાવે . A ને . 1 1 નું છે . ત્યાર પછી કાવ્યમાંનાં શબ્દચિત્રો , છંદ , અલ કાર વગેરે કાવ્યના વિભિન્ન અંગોનું પૃથક્કરણ કરે છે . આ પ્રક્રિયા બાદ અંતે કાવ્યની ખૂબીઓની ચર્ચા કરી . , સંયોજન ક , કાન ફરી , ગાઈ ને અખિલાઈભર્યું સૌંદર્ય વિદ્યાર્થીઓ સમક્ષ માણવા માટે
Page - 24
અધ્યાપનકાર્યમાં આ સૂત્રનો ઉપયોગ કરવાથી નીચે જેવા ફાયદા થાય છે : વિદ્યાર્થીઓનું જ્ઞાન નિશ્ચિત , સ્પષ્ટ અને ચોક્કસ બને છે . વિદ્યાર્થીઓની પૃથક્કરણ શક્તિ અને સંયોગીકરણ શક્તિ વિક્સ છે . વિદ્યાર્થી નવું શીખવાનું વલણ કેળવે છે . વિદ્યાર્થી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સમસ્યાનો ઉકેલ શોધવામાં કરી શકે છે . ( 7 ) અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું અર્થ : બાળક અનુભવો દ્વારા જ્ઞાન ગ્રહણ કરે છે . શરૂઆતમાં જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ કે અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કે સમજ અનુભવસિદ્ધ કહેવાય . અવલોકન અને મૂર્ત વિચારો પર આધારિત અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન એટલે અનુભવજન્ય તર્ક દ્વારા મેળવાતું જ્ઞાન અમૂર્ત અને બુદ્ધિગમ્ય , જેથી તે કઠિન બની જાય છે . વિદ્યાર્થીએ મેળવેલ અનુભવને જ્ઞાનનો પાયો બનાવીએ તો તર્ક દ્વારા બુદ્ધિગમ્ય જ્ઞાન પર સરળતાથી લઈ જઈ શકાય . કારણ કે , બધું જ જ્ઞાન કંઈ અનુભવ દ્વારા મેળવવું શક્ય નથી . ઉદાહરણ : વિજ્ઞાન શિક્ષક બાષ્પીભવનની ક્રિયાને સમજાવવા માટે બહેનો સ્નાન પછી પોતાના વાળ છૂટા રાખે છે અથવા ગરમ ચા પીતાં પહેલાં રકાબીમાં કેમ રેડવામાં આવે છે તે અનુભવોનો ઉપયોગ કરી શકાય . સરખી ગરમી હોવા છતાં રેતીમાં ચાલવાથી પગનાં તળિયાને ગરમી લાગે છે ને માટી પર નથી લાગતી એ અનુભવ પરથી આમ કેમ , શા માટે , એવા તર્કની મદદથી મંદવાહક , સુવાહકનો ખ્યાલ શિક્ષક આપી શકે . ભૌમિતિક આકારોની ઓળખના સંદર્ભમાં સમતલીય બિંદુઓ અને વિષમતલીય બિંદુઓ વિશેનો ખ્યાલ બુદ્ધિજન્ય બનાવવા શિક્ષક પદાર્થોના વિવિધ સમતલો મૂર્ત સ્વરૂપે દર્શાવે છે અને તેમના ખ્યાલોને બુદ્ધિગમ્ય અને તાર્કિક બનાવે છે.
PAGE -25
વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ અને અધ્યાપન સૂત્રો . . ફાયદા : આ સૂત્ર અપનાવવાથી અધ્યાપનકાર્યમાં નીચેના ફાયદા થાય છે . વિદ્યાર્થીની અમૂર્ત શક્તિ વિક્સ છે . વિદ્યાર્થીની તર્કશક્તિ વિક્સે છે . અનુભવ જ્ઞાનનો પાયો છે , તે સારી રીતે સમજે છે . અનુભવજન્ય જ્ઞાનને આધારે તક તરફ જવાથી જ્ઞાનમાં શ્રદ્ધા જન્મે છે . વિદ્યાર્થીનું જ્ઞાન સમજણપૂર્વકનું અને ચોક્કસ બને છે . 8 ) અચોક્સ પરથી ચોક્કસ તરફ જવું શિક્ષણનું કાર્ય બાળકમાં ચોક્કસતા લાવવાનું છે . બાળકના જીવનમાં શિક્ષણના શરૂઆતના તબક્કામાં તેમના વિચારો , કલ્પનાઓ મહદ્અંશે અનિશ્ચિત , અસ્પષ્ટ અને અચોક્કસ હોય છે . શિક્ષકનું કામ આ પ્રકારના બાળકોના વિચાર અને કલ્પનાઓને સ્પષ્ટ , નિશ્ચિત અને ચોક્કસ કરવાનું છે . ઘણીવાર વર્ગખંડમાં શિક્ષક દ્વારા યોગ્ય સમજ પૂરી ન પડાય તો બાળકોની ચોક્કસતા વિષયવસ્તુમાં વધતી નથી , શૈક્ષણિક હેતુઓને ધ્યાનમાં રાખી શિક્ષકે વિવિધ સાધનો , પદ્ધતિઓ અને પ્રયુક્તિનો ઉપયોગ કરી વિદ્યાર્થીના ખ્યાલો સ્પષ્ટ અને ચોક્કસ કરવા જોઈએ . ઉદાહરણો : નહેર અને નદી વચ્ચેનો ભેદ ઘનાકાર પદાર્થની કુલ સપાટી વિષયવસ્તુની સંદિગ્ધતા પક્ષીઓના નામ અને પ્રકાર પહાડ અને જંગલ વચ્ચેનો ભેદ 0 S O ફાયદા : વિદ્યાર્થીઓના ખ્યાલો સ્પષ્ટ અને સુનિશ્ચિત બને છે . નવું જ્ઞાન મેળવવાની કૂતુહલવૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ વધે છે .
PAGE -26
વિજ્ઞાન e S 26 વિજ્ઞાન અને ટેકનોલૉજી ( સેમેસ્ટર -II ) . ગેરસમજો દૂર થાય છે , વિષયવસ્તુ સ્પષ્ટ બને છે . અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું વલણ વધે છે . ચકાસણી કરી જ્ઞાન સ્વીકારવાનું વલણ વધે છે . માહિતીને વાસ્તવિક રીતે સમજી શકે છે . સ્પષ્ટ ખ્યાલો બંધાતાં આત્મવિશ્વાસ વધે છે , ( 9 ) આગમન પરથી નિગમન તરફ જવું : પ્રત્યક્ષ ઉદાહરણો પરથી અમૂર્ત સત્ય કે શુદ્ધ નિયમ તારવવા કે વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય નિયમ તરફ દોરવાની પદ્ધતિને આગમન પદ્ધતિ કહે છે અને સામાન્ય નિયમ કે અમૂર્ત સત્ય પરથી વિશિષ્ટ નિયમ કે પ્રત્યક્ષ ઉદાહરણો તરફ જવાની પદ્ધતિને નિગમન પદ્ધતિ કહે છે . ( 10 ) આગમન - નિગમન પદ્ધતિ બન્ને એકબીજાથી ઊલટી પ્રક્રિયા છે અને કોઈ નિયમ માટે બન્ને પૂરક પદ્ધતિ છે . પરથી મ વર્ગખંડમાં જુદાં - જુદાં ઉદાહરણો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેમાંથી સામાન્ય નિયમ તોરવવામાં આવે છે , જેથી બાળકનું જ્ઞાન ચિરંજીવ તર્ક દ્વારા બને છે . ઉપરાંત તેનો ઉપયોગ નિગમુન તરીકે પણ અન્ય ઉદાહરણો આપવા પ્રયત્ન જ્ઞાન સમા કરે છે કે જેથી વિદ્યાર્થીમાં જ્ઞાનનું દેઢીકરણ થાય છે . ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ આ પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય છે . પાયો બને . જે કંઈ જુ 6 ઉદાહરણ : ઉદાહરણો પરથી બીજગણિતીય સૂત્રો તારવવાં અને તેને તર્ક આધા અનુલક્ષીને સૂત્રો પરથી સ્વ - અધ્યયન આપવું . વિવિધ પ્રયોગોનું નિદર્શન અને અવલોકન , તે પરથી સામાન્યીકરણ કરવું . વ્યાકરણમાં ઉદાહરણો પરથી નિયમોની રચના અને તેને અનુરૂપ રચના . e 5 ફાયદા : વિદ્યાર્થીઓનાં પૂર્વજ્ઞાનનો ઉપયોગ થાય છે . વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસે છે.
PAGE - 27
દ્ધતિ કહે -દાહરણ o અને કોઈ માં આવે ચિરંજાવ વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ અને અધ્યાપન સૂત્રો 27 વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રક્રિયામાં ક્રિયાશીલ બને છે . આગમન પદ્ધતિથી મેળવેલ જ્ઞાન ચિરંજીવી બને છે . નિગમન પદ્ધતિથી જ્ઞાનનું દેઢીકરણ થાય છે . સ્વાનુભવ અને સ્વ - અધ્યયનની તક મળે છે . તર્ક , ચોકસાઈ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે . ધ્યાનપૂર્વક અવલોકન કરવાની અને સામાન્યીકરણ કરવાની સુટેવનો વિકાસ થાય છે . સ્વપ્રયત્ન તારવેલા નિયમો , સત્યો , ગુણધર્મો કે સિદ્ધાંતો સરળતાથી યાદ રહે છે . ( 10 ) અનુભવસિદ્ધ પરથી બુદ્ધિગમ્ય બાબત તરફ જવું : અનુભવ એ માનવનો શ્રેષ્ઠ શિક્ષક છે , પરંતુ દરેક બાબતનું જ્ઞાન સ્વાનુભવ પરથી મળતું નથી . આથી અનુભવ પછી તર્ક ત ૨ ફ વિદ્યાર્થીઓને પ્રેરવા જોઈએ . જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવેલ જ્ઞાન મૂર્ત અને અનુભવસિદ્ધ હોય છે , જયારે તર્ક દ્વારા મેળવેલ જ્ઞાન અમૂર્ત અને બુદ્ધિજન્ય હોય છે . આને પરિણામે બુદ્ધિજન્ય જ્ઞાન સમજવું કઠિન બને છે . આ સૂત્રનો યોગ્ય ઉપયોગ કરવા વિદ્યાર્થીએ મેળવેલ અનુભવસિદ્ધ જ્ઞાનનો પાયો બનાવી તર્ક દ્વારા બુદ્ધિજન્ય જ્ઞાનનો સરળતાથી ઉપયોગ કરવો પડે . બાળક જે કંઈ જુએ છે , સમજે છે , વિચારે છે , અનુભવે છે , એના પરથી તેને બુદ્ધિ અને તર્ક આધારિત અનુભવો પર લઈ જવા જોઈએ . ઉદાહરણ : તરંગની ક્રિયા સમજાવવા પાણીમાં વમળનું ઉદાહરણ , ભૌમિતિક આકારોની ઓળખ બાષ્પીભવન માટે ચો - રકાબી - પ્લેટનું ઉદાહરણ . ફાયદો ? વિધાર્થીને પોતાના અનુભવ પરથી સવિશેષ જાણકારી મળે છે . તર્કશક્તિનો વિકાસ થતાં બુદ્ધિનો વિકાસ થાય છે . પ્રયત્ન નક રીતે અને તેને પર થી .
PAGE - 28
વિજ્ઞાન અને ટેકનોલૉજી ( સેમેસ્ટર – II ) વિ . અનુભવજન્ય જ્ઞાનનો પાયો શિક્ષણમાં ઉપયોગી નીવડે છે . જટિલ બાબતો સરળતાથી સમજી શકાય છે . વિદ્યાર્થીઓની અમૂર્ત શક્તિનો વિકાસ થાય છે , બાળકના અનુભવજન્ય અનુભવોને સાંકળીને તેમની રૂચિ અને જિજ્ઞાસાનો આશરો શિક્ષક લઈ શકે છે . વિદ્યાર્થીઓનું જ્ઞાન સમજણપૂર્વકનું બનતાં અર્થસભર બને છે . 2 . સ્વાધ્યાય 9 1 . 2 . વિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના સ્પષ્ટ કરો . વિજ્ઞાન એટલે શું ? વિજ્ઞાન શિક્ષણનાં કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત માહિત . આપો . વિજ્ઞાન શિક્ષણના સામાન્ય સિદ્ધાંતો વિશે ટૂંકમાં સમજૂતી આપો . અધ્યાપન સૂત્રોનો અર્થ અને મહત્ત્વ વિશે સમજ આપો . કોઈપણ બે અધ્યાપન સૂત્રોનાં નામ જણાવી તેની સમજૂતી યોગ્ય ઉદાહરણ દ્વારા આપો . 3 . ઉપ = 4 . 5 . વિશે . સાત પ્રયોગ તેમની વિષય શક્યતા આયો બદલ કહે છે.
Page - 29
વિજ્ઞાન શિક્ષણ માટેનું પાઠ આયોજન ( એકમ પાઠ આયોજન ) 29 યુનિટ - 2 વિજ્ઞાન શિક્ષણ માટેનું પાઠ આયોજન ( એકમ પાઠ આયોજન ) 2.1 એકમ પાઠ આયોજન : અર્થ , સંકલ્પના , મહત્ત્વ , તબક્કા , લક્ષણો , પાઠ આયોજનનો નમૂનો પ્રસ્તાવના : માહિતી વિજ્ઞાનશિક્ષણમાં વિવિધ પ્રકારનાં આયોજન કરવામાં આવે છે . આવું આયોજનું શિક્ષણકાર્યને વધારે અસરકારક બનાવે છે . આ ઉપરાંત શૈક્ષણિક ઉપકરણો , વિવિધ પ્રવૃત્તિઓ , પ્રયોગો માટેની તૈયારી અને એકમના અંતે કરવાના મૂલ્યાંકનની પૂર્વતૈયારી કરી શકાય છે . પ્રસ્તુત પ્રકરણમાં આપણે એકમ આયોજન ની યોગ વિશે ચર્ચા કરીશું . તાલીમાર્થી જ્યારે શાળાનો અધ્યાપક બને છે ત્યારે તેને દરરોજ છ કે સાત તાસ લેવાના હોય છે . ઉપરાંત પ્રયોગોની પૂર્વતૈયારી , લેબોરેટરીની વ્યવસ્થા , પ્રયોગપોથીની ચકાસણી , અધ્યેતાઓની કાર્યપોથીઓ ( Workbooks ) . તેમજ તેમની નોંધવહીની ચકાસણી કરવાની હોય છે . ઘરે પણ આગલા દિવસના વિષયવસ્તુનું આયોજન કરવાનું હોય છે . તેથી દરેક તાસનું આયોજન કરેવાની શક્યતા જ નથી . તે માત્ર શાળાની લૉગબુકમાં ખૂબ જ ટૂંકાણમાં બધા તાસનું આયોજન લખશે . પણ આ લઘુઆયોજન તેને ખાસ કંઈ ઉપયોગી બની શકશે નહિ તેથી તેને માટેનો મધ્યમ માર્ગ છે એકમ – આયોજન . મુખ્ય એકમો કે જે પાંચ- છ તાસમાં પૂર્ણ થાય તેનાં પાંચ - છ અલગ - અલગ પાઠઆયોજનો કરવાને બદલે લધુનોંધના રૂપમાં એક જ આયોજન કરવામાં આવે છે તેને એકમ આયોજન કહે છે . તાલીમાર્થીને એકમ આયોજનનો મહાવરો આપવાથી તાસ આયોજનની લેખન- મહેનત બચે છે અને વિચાર પ્રક્રિયામાં એકસૂત્રતા આવે છે .
PAGE 30
વિજ્ઞાન અને ટેકનોલૉજી ( સેમેસ્ટર -II ) 30 અર્થ : ‘ એકસરખી વિશિષ્ટતાઓ ધરાવતા અભ્યાસક્રમના મુદ્દાઓને ક્રમિકતાથી શીખવવા માટેના સાતત્યપૂર્ણ આયોજનને એકમ આયોજન કહેવામાં આવે છે . ' ' તો પછી આ એકમ એ શું છે ? કાર્ટર એકમની વ્યાખ્યા નીચે મુજબ આપે છે . " An organization of various activities , experiences or types of learning around a certain theme , problem or purpose developed co - operatively by group of pupils under teacher's leadership involves planning , execution of plans and evaluation of results . " એકમનું વસ્તુ સુગ્રથિત હોય , શિક્ષણપ્રદ હોય , સ્વયં સંપૂર્ણ હોય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ , અનુભવો અને અધ્યયનના પ્રકારોનું સંકલન કોઈ કેન્દ્રસ્થ વિષય , સમસ્યા કે હેતુની આસપાસ થતું હોય . એકમ શબ્દના અર્થમાં આયોજન , આયોજનનો અમલ અને મૂલ્યાંકન વગેરે પણ સમાયેલાં છે . ” ઉપરની વ્યાખ્યા જોતાં જણાય છે કે , કોઈ કેન્દ્રવિજય , સમસ્યા કે ઉદ્દેશની આસપાસ શિક્ષણાનુભવો , પ્રવૃત્તિઓ અને અધ્યયન પ્રકારોની ફૂલગૂંથણી થયેલી હોય છે . જો કે એકમની વ્યાખ્યા અંગે શિક્ષણશાસ્ત્રીઓ એકમત થતા નથી , પરંતુ વિષયવસ્તુની એકતા , શિક્ષણપ્રદતા અને એના દ્વારા સિદ્ધ થતા હેતુઓ એ એના પ્રમુખ લક્ષણ છે . એકમની બીજી એક વ્યાખ્યા પ્રો . કે.કે.શુકલ દ્વારા નીચે મુજબ કરવામાં આવી છે . " A unit is considered to be a block of subject matter but the present concept of a unit includes the procedure of presentation of subject matter also ie it is both a block content as well as melhod . " જ્ઞાન અને વ્યવસાયના જુદાં જુદાં ક્ષેત્રોમાં હવે ' એકમ ' શબ્દનો વ્યાપ ઉપયોગ થાય છે . “ એકમ એટલે વિષયવસ્તુનો એક પેટા વિભાગ અને તે માટેના [ 5 પદ્ધતિ માં - Shukle
PAGE 31
31 વિજ્ઞાન શિક્ષણ માટેનું પાઠ આયોજન ( એકમ પાઠ આયોજન ) વિજ્ઞાનના અભ્યાસક્રમમાંની ઘણી બાબતો એકબીજા સાથે સંબંધ ધરાવે છે . આવી બાબતોને યોગ્ય ક્રમમાં સંકલિત કરવામાં આવે તો શિક્ષણનો એક એકમ રચાય છે . આવો દરેક એકમ વિજ્ઞાનશિક્ષણનો એક સ્વયં પૂર્ણ ઘટક બની જાય છે . આવો ધટક પર્યાપ્ત શિક્ષણાનુભવો પૂરા પાડવાની અને અધ્યેતાઓમાં કાયમી ગણી શકાય એવાં ઇચ્છિત પરિવર્તનો લાવવાની તાકાત ધરાવે છે . એકમમાં વિષયવસ્તુની એકતા ખૂબ જ મહત્ત્વની છે . એકમ આયોજન એ ખરેખર તો તાલીમી અધ્યાપકો માટે નહીં , પરંતુ વ્યવસાયી અધ્યાપકો માટેનું આયોજન છે . એકમમાં સમગ્રતા , એકતા અને સંપૂર્ણતા હોવી જરૂરી છે . સમગ્રતાની દષ્ટિએ પૂર્ણ છે એવા શિક્ષણામુદાને એકમ કહેવાય . તેના જુદા જુદા પેટા મુદ્દાઓ સમગ્રતાની કે સુપ્રથિતતાની દૃષ્ટિએ પરસ્પર સંબંધ ધરાવતા હોય છે . આવા મુદ્દાઓનો સમુદાય એટલે એકમ . . a 1 એકમ આયોજન શા માટે ? છે છે . ની . ની 5 તાં ની સામાન્ય રીતે આપણે 35 કે 40 મિનિટના તાસને ધ્યાનમાં રાખીને પાઠ આયોજન કરીએ છીએ . આમાં ખરેખર તો આપણે વિષયવસ્તુના નાના ટુકડા રીખવીએ છીએ , પરંતુ તેમ કરવાથી વિજ્ઞાનશિક્ષણની સળંગસૂત્રતા જોખમાય છે . અધ્યેતાઓમાં વર્તન પરિવર્તન લાવવામાં આવાં છૂટક પાઠ આયોજનો ઊણાં ઊતરે છે અને તેથી શિક્ષણની અસરકારકતા ઘટે છે એકમ આયોજન કરવામાં આવે તો તે અધ્યેતાઓના પક્ષે હેતુસિદ્ધિ માટે ફાયદાકારક અને ઉપકારક નીવડે છે . એકમ આયોજનથી નીચે મુજબના લાભ મેળવી શકાય છે . વિજ્ઞાનના અધ્યાપનકાર્યમાં એકમ આયોજનના પરિણામે સાતત્ય આવે છે , અને અધ્યેતાઓ વિશાળ ભૂમિકા પર વિચાર કરતા થાય છે , તેમાં જ્ઞાનની સળંગસૂત્રતા અને અખંડિતતાના મનોવૈજ્ઞાનિક ખ્યાલનો સમાવેશ થયેલો છે . એકમ આયોજનથી વિષયવસ્તુનું સળંગ અધ્યયન થઈ શકે છે . એકમ આયોજન મુજબ શિક્ષણ કાર્ય કરવાથી વિષયાંગના બધા જ મુદાઓને સંપૂર્ણ ન્યાય આપી શકાય છે .
PAGE 32
0 टिप्पणियाँ